Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીઓનો ધમધમાટ, ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.

Share

કરજણ તાલુકાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી કુલ ૨૬ ગામોમાં યોજાશે. તો બીજી તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ગ્રામીણ સ્તરે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કરજણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મામલતદાર કચેરી તેમજ કરજણ તાલુકા પંચાયતમાં જોવા મળ્યા હતા. હાલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી કરજણ તાલુકાના ૨૬ ગામોમાં યોજાશે બાકીના ગામોમાં પેટાચૂંટણી યોજાશે. કુલ મળી કરજણ તાલુકાના 41 ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી યોજાશે તેમાં કરજણ તાલુકાના અલગ-અલગ ગામડાઓની દેખરેખ હેઠળ 7 R. O. ની નિમણૂક કરી ફરજ બજાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

आशा पारेख के अनुसार रानी पद्मावती के लिए दिपिका है सर्वश्रेष्ठ पसंद!

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળા ખાતે રક્તપિત્ત અને ટીબીના લક્ષણો, સારવાર વિશે સમજૂતી અપાઈ.

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોર પકડવાના મુદ્દે ગૌપાલકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે અથડામણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!