Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના નાયબ મામલતદાર જે. ડી. પરમાર પાંચ હજારની લાંચ લેતા ઝડપાયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવા સદનમાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે ડી પરમાર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઇ જતા લાંચિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ પોર શિનોર બેઠકની પેટા ચૂંટણીમાં વાહન ભાડે આપનારનું નાણાં બીલ પાસ કરવા બાબતે વારંવાર વાહન માલિકે માંગ કરતા વાહન માલિક ચેતન ગોવિંદભાઈ રબારીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરીમાં જાણ કરતા મંગળવારના રોજ વાહન માલિકના હાથે પાંચ હજારની લાંચ સ્વીકારતા કરજણના નાયબ મામલતદાર જે ડી.પરમાર રંગેહાથ ઝડપાઇ ગયા હતા. વાહન માલિકે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મારા વાહનના નાણાં બીલ પાસ થઈ ગયું હતું. બીલ પાસ થઈ ગયા બાદ નાયબ મામલતદારે વારંવાર લાંચ માંગતા નાયબ મામલતદાર જે ડી પરમારે તારા ઘરે પોલીસ મોકલીશ એવી ધમકી આપી હોવાની પણ ફરિયાદીએ આક્ષેપ કર્યા હતા.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા

ProudOfGujarat

સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં પરિવારનાં 3 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!