Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ને.હા.48 પાસે હલદરવા ગામ નજીક રોડ ક્રોસ કરતાં મજૂરીયાતને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યુ.

Share

મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના હલદરવા ગામે દાદા કોલોનીમાં રહેતો અને મજૂરી કરતો ત્રીસ વર્ષીય યુવાન મહેશ ઉર્ફે કમલેશભાઈ રયજીભાઈ વસાવા નાઓ વહેલી સવારે કુદરતી હાજતે જવા માટે કરજણ ને.હા.48 ઉપર હલદરવા ગામ નજીક એસ્સાર પેટ્રોલ પમ્પ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન વડોદરા – ભરૂચ ટ્રેક ઉપર પુરઝડપે બેફિકરાઈથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહને મહેશ વસાવને ટક્કર મારી અડફેટમાં લીધો હતો. પરિણામે મહેશ ઉર્ફે કમલેશભાઈ રયજીભાઈ વસાવાને માથાના ભાગે અને પીઠના ભાગે ગંભીર પ્રકારની જીવલેણ ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર ખાતે મોક પાર્લામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના સુરવાડી રેલ્વે ઓવરબ્રિજ પરથી પટકાતા યુવાનનું રહસ્યમય મોત..

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કામ કરતો કામદાર થયો ગુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!