કરજણ તાલુકાના સોમજ દેલવાડા ગામની સીમમાંથી એક દિપડાને વન વિભાગે રેસ્ક્યુ કર્યો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય માસથી કરજણ તાલુકાના દેલવાડા સોમજ ગામની આજુબાજુ વિસ્તારમાં એક દીપડો ઘુસી જવા પામ્યો હતો. જે બાબતે ગામજનો દ્વારા વન વિભાગને જાણ કરતાં દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવતી હતી પણ વન વિભાગને નિષ્ફળતા સાંપડતી હતી. ગામ વિસ્તરમાં ઘણા સમયથી દેખા દેતો દીપડાએ કેટલાય નાના પશુઓનું મારણ કર્યાનું ગામલોકો જણાવી રહ્યા છે. બે દિવસ પહેલાં જ આ દીપડાએ બકરીનું મારણ કર્યાનું જાણવા મળ્યું હતું.
છેલ્લા બે દિવસથી ફરી આ દીપડો સોમજ ગામ વિસ્તારમાં દેખાઈ આવતા ગામલોકોએ કરજણ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરૂ મૂકી દીપડાને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. જે આજરોજ સવારના સુમારે ભારે જહેમત બાદ વન વિભાગના અધિકારીઓએ દીપડાને પાંજરામાં પુરી રેસ્ક્યુ કર્યું હતું. આખરે દીપડો પાંજરે પૂરાતાં ગામલોકો અને આજુબાજુના વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ