વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી થઈ હતી. ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ ધક્કામુક્કીમાં કોઈના જીવ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સાડા પાંચ લાખનું મકાન મેળવવા મધ્યમવર્ગીય પરિવારના લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા છે.
વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવાસ યોજનાની ઓફિસ આવેલી છે, જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ આપવામાં આવી રહ્યાં છે. EWS ના આવાસની નવી સ્કીમ મુકાઈ છે. 5 લાખ 50 હજારમા એક રૂમ રસોડાનુ મકાન મેળવવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. સાડા પાંચ લાખ રૂપિયામાં મકાન લેવા માટે મંગળવારની રાતથી જ લોકો લાંબી લાઈનો લગાવીને બેસ્યા છે. એક દિવસની રજા બાદ આજે પણ ફોર્મ મેળવવા ભારે ધસારો જોવા મળ્યો હતો. ત્યારે લોકોની ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન લોકોમાં ભારે ધક્કામુક્કી થઈ હતી. આ ધક્કામુક્કીમાં લોકોની હાલત ખરાબ થઈ હતી. અનેક લોકોના જીવ જઈ શકે તેવી સ્થિતિ બની હતી. તો ધક્કામાં વચ્ચે આવેલા લોકોની કેટલાક લોકોની તબિયત પણ બગડી હતી. ધક્કામુક્કીમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ટોળામાં વિખેરાયેલા અનેક લોકો રડી પડયા હતા. આ ધક્કામુક્કીમાં લોકો એકબીજા પર પડયા હતા.