Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ધી સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના સરહદી ગામ સાંસરોદ સ્થિત ધી સાંસરોદ હાઇસ્કૂલ ખાતે સાંસરોદ ગામના તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓએ શિક્ષણ થકી વ્યક્તિ, વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રના નિર્માણમાં સાંસરોદ ગામનું ગૌરવ વધારેલ એવા અને ઉચ્ચ અભ્યાસ થકી સી.એ.ની પદવી પ્રાપ્ત કરી, એવા પરાવાલા મુજમ્મીલ તેમજ અન્ય એમ.બી.બી.એસ., બી.એચ.એમ.એસ, ડેન્ટિસ્ટ, ફિઝિયો વગેરેનો અભ્યાસ પ્રાપ્ત કરી ચૂકેલા તેમજ હાલ અભ્યાસ પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

આયોજિત કાર્યક્રમમાં ડબલ્યુ બી.વી.એફ. એજ્યુકેશન કમિટીના પ્રમુખ માજીદભાઈ, ડબલ્યુ બી.વી.એફ. ભરૂચના ડાયરેક્ટર નાસીર ભાઈ, સાંસરોદ મુસ્લિમ કમિટીના પુર્વ પ્રમુખ સાલેહ હુસેનભાઇ, વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ હાજી મૌલાના મયુદ્દીન સાહેબ, હુસેનભાઇ શેઠ સાહેબ, પુર્વ આચાર્ય કેરોસીનવાલા સાહેબ તેમજ સન્માન માટે આમંત્રિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ ઐયુબભાઈ મીઠા સાહેબ અને અન્ય કમિટીના સભ્યો ગામના સખી દાતા એવા સઈદભાઈ અદા અને ગામના સરપંચ ઈસ્માઈલ હસન ગટા અને સાંસરોદ હાઇસ્કૂલ શાળા પરિવારની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સોનાનાં કારીગર નું ભેજાબાજ 82 હજાર ઉપરાંતનું સોનુ સેરવી ગયો …

ProudOfGujarat

સાબરકાંઠા- જિલ્લાના ઇડર માં આજે સવાર થી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કારવામા આવી..દબાણ કર્તાઓમાં ફફડાટ છવાયો….

ProudOfGujarat

ભરૂચ : વર્લ્ડ વિઝન ઇન્ડિયા ક્ષત્રિય વિકાસ કાર્યક્રમમાં જિલ્લા સ્વાસ્થ્ય વિભાગને ઓક્સિજન કોન્સન્ટરેટર્સની મદદ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!