Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : કરજણ ખાતે જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

Share

ગુજરાત ખાતે હાલમાં ચાલી રહેલી ભાજપ આયોજિત જન આશીર્વાદ યાત્રાનું કરજણ આવી પહોંચ્યા બાદ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કરજણ નગરમાં જન આશીર્વાદ યાત્રા પ્રવેશતા કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજાઇ હતી. જે નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઇ ભરત મુનિ હૉલ ખાતે પહોંચી હતી.

કાર્યક્રમના પ્રારંભે હાજર જનોને કરજણ સેવાસદનના ઉપાધ્યક્ષ જયેશ પટેલે સ્વચ્છતા અભિયાનના શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ ગુજરાત સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ અન્ય મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરજણ તાલુકાના પદાધિકરીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પ્રજાલક્ષી વિકાસના કાર્યો કરી રહી છે અને જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ આવશે એમ તેઓએ જણાવ્યું હતું.

ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કરજણના ભાજપના કાર્યકર્તાઓ ખૂબ શક્તિશાળી કાર્યકરો છે. હું અહી પ્રશ્નો સાંભળવા નહીં પણ પ્રશ્નોના નિકાલ માટે આવ્યો છું. ૭૦ વર્ષના વહાણા વિતી ગયા ત્યારે આજે એક વ્યક્તિ એવી મળી કે જે નરેન્દ્ર મોદી છે. ભારતને મદારીના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. હવે તો પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કરી એવા વડાપ્રધાન મળ્યા છે.

દરેક કોમ્યુનિટી આ દેશને પોતાની દેશ સમજે દરેક ભારતવાસી છે. ભારતની માટીમાં જ બધાએ સમાવવાનું છે. સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે ભાજપ ચાલી રહ્યો છે. કોંગ્રેસને કોઈ સમજ ન પડી એ કામ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં ૩૭૦ મી કલમ નાબૂદ કરીને બતાવ્યું. મુસ્લિમભાઈઓને ગેરમાર્ગે દોરે છે એવા આક્ષેપો અન્ય પાર્ટીઓ પર કર્યા હતા. જે ખાસ છે જે પોતાને આમ કહેડાવે છે. ભાજપ સરકાર દ્વારા લોકોના પ્રશ્નોના નિકાલ માટે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણની સૌથી મોટી ઝુંબેશ નરેન્દ્ર મોદીએ કરી છે. જન આશીર્વાદ યાત્રા જ્યારે કરજણમાં પ્રવેશે ત્યારે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના સ્વાગત માટે જે બાઇક રેલી યોજાઇ હતી એ રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ માસ્ક વગર રેલીમાં જોડાયા હતા.

જ્યારે કોઈ બાઇક સવાર શરતચૂકથી કદાચ માસ્ક પહેરવાનું ભૂલી જાય છે ત્યારે પોલીસ બાઈક ચાલકને હજાર રૂપિયાનો મેમો આપે છે તો શું ગુજરાતની ભાજપ સરકાર દ્વારા તેઓના કાર્યકર્તાઓ જ્યારે કરજણ ખાતે આયોજિત જન આશીર્વાદ યાત્રામાં સરકારની ગાઇડ લાઇનનો ભંગ થયો તો શું સરકાર દ્વારા બનાવેલી ગાઈડલાઈનનો અમલ માત્રને માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું અને સરકારની પણ લોકમુખે ટીકાઓ થઈ રહી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ગોધરા : RSS ની કલા સાહિત્યની સંસ્થા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ખરોડ ગામ ખાતે કલ્બની આડમાં જુગાર રમતા ૯ જુગારીયા ઝડપાયા…

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ રેસ્ટ હાઉસ ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!