કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી ગામની ભાગોળ સુધી પ્રવેશતા ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાઇ જવા પામ્યા હતા. ગુલાબ વાવાઝોડાની અસરના ભાગરૂપે બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તો બીજી તરફ કરજણ તાલુકામાં પણ ભારે વરસાદ ખાબકતા કોલીયાદ ગામની સીમમાં પાણી ગામની ભાગોળ સુધી પહોંચી ગયું હતું.
મીડિયા ટીમ દ્વારા મુલાકાત લેતા ગામની ભાગોળમાં ગોઠણ સમાણા પાણી નજરે પડયા હતા. જેના પગલે વાહનચાલકો તેમજ ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા. ગામના સ્થાનિક જગદીશ પટેલે મિડીયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગામની સીમમાંથી પસાર થતી જુની કાંસ પુરાઈ જતા દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ ખાબકતા વિકટ પરિસ્થિતિનું સર્જન થાય છે. એવા જગદીશ પટેલે આક્ષેપો કર્યા હતા. તંત્ર દ્વારા સીમના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી હતી.
યાકુબ પટેલ, કરજણ
Advertisement