ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને પગલે કરજણ તાલુકાના વિરજય ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધી જવા પામ્યો હતો. જેના પગલે નદીમાંથી સામે પાર જવા માટે બનાવેલો કોઝવે પરથી છ ફૂટ જેટલું પાણી પસાર થતા સામે પાર આવેલા ચાર ગામો ખાંધા, અભરાપરા, કોટણાપરા તેમજ કોટણા સંપર્ક વિહોણા થઈ જવા પામ્યા હતા.
મીડિયા ટીમ દ્વારા નદીની મુલાકાત લેતા નદી બે કાંઠે વહી રહી હોવાનું નજરે પડ્યું હતું. ગામના સ્થાનિક રાજેશભાઈ વસાવા સાથે થયેલી વાતચીતમાં રાજેશભાઇએ જણાવ્યું હતું કે દર વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા અમારા ગામની સામે પાર આવેલી ૭૦ ટકા ખેતીની જમીનમાં જઈ શકાતું નથી તો તંત્ર દ્વારા કોઝ વે ઉંચો કરવામાં આવે એવી રાજેશભાઈ દ્વારા માંગ કરાઈ હતી.
Advertisement
યાકુબ પટેલ, કરજણ