Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું પાછીયાપુરા ગામ કે જ્યાં આજે આઝાદીના ૭૫ વર્ષ થયા છતાં સ્મશાનની સુવિધાથી ગ્રામજનો વંચિત છે.ગુરુવારના રોજ પાછીયાપુરા ગામમાં એક વ્યક્તિનું મરણ થતા વરસતા વરસાદમાં અંતિમવિધિ કરવાનો વારો આવ્યો હતો.

મીડિયા ટીમ દ્વારા જ્યાં અંતિમવિધિ થઇ રહી હતી તે જગ્યાની મુલાકાત લેતા વરસતા વરસાદમાં મૃતકની અંતિમવિધિની ક્રિયા તેઓના સ્વજનો દ્વારા સંપન્ન કરાઇ રહી હતી. તો બીજી તરફ પાછીયાપુરા ગામના સરપંચે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ બાબતે તાલુકા તથા જિલ્લા કક્ષાએ રજુઆત કરી છે. પંચાયતમાં બે વાર ઠરાવ પણ કર્યા છે. અમે સ્મશાનની જગ્યા માટે આગળ રજુઆત કરીશું એમ તેઓએ જણાવ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

પરીક્ષા પાસ કરાવવાની લાંચ લેવામાં કર્મચારી ફેલ : ACB એ છટકું ગોઠવી વલસાડ કોલેજનાં લેબ આસિસ્ટન્ટને લાંચ લેતાં ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહ ખાતે હજારો અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા યજ્ઞ તથા ભારતીય સેના માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!