પશુપાલકોને વધુ ભાવ આપવા માટે મેદાને પડેલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મંગળવારથી બે દિવસ સુધી બરોડા ડેરીની સામે પ્રતીક ધરણાની પોલીસ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં ન આવતાં ભાજપી મોરચે જ રાજકીય હુંસાતુંસી જામી હતી. જોકે બરોડા ડેરી બહાર પરવાનગી ન મળતાં આખું ટોળું સર્કિટ હાઉસ પહોંચી ગયું હતું અને સમર્થકોની ભીડની હાજરીમાં મેરેથોન બેઠક કરવામાં આવી હતી. સવારથી ગાંધીનગરમાં બરોડા ડેરી મુદ્દે ચાલી રહેલા ધમધમાટની મડાગાંઠ ઉકેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા બરોડા ડેરી વિવાદમાં સુખદ સમાધાન થયું છે. આખરે દૂધ ઉત્પાદકોને હિતમાં દશેરા પર 18 કરોડ અને બાદમાં 9 કરોડની ચૂકવણીની જાહેરાત કરાઈ છે.
આ મુદ્દે સીઆર પાટીલે ધારાસભ્યો, ડેરીના સભાસદો વચ્ચે બેઠક યોજી હતી. જેનુ સુખદ સમાધાન આવ્યું છે. રાજ્યના નવા મંત્રી મંડળમાં નો રિપીટ થિયરીનો અમલ કરાયો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જો આ થિયરીનો અમલ થાય તો ઘણા બધાની વિકેટ ડુલ થઈ જાય તેમ છે.ચૂંટણીના સવા વર્ષ પહેલા બરોડા ડેરીના પશુપાલકોનો મુદ્દો આગળ ધરી ને ચલાવાતી લડતમાં જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો એકજૂથ થયા છે. બરોડા ડેરી વિવાદમાં આખરે સમાધાન થયુ છે. દૂધ ઉત્પાદકોને 18 કરોડની ચૂકવણી થશે. દશેરા પર દૂધ ઉત્પાદકોને ચૂકવણી કરવામાં આવશે. માર્ચ સુધીમાં વધુ 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. સમાધાન બાદ દિનેશ પટેલે જણાવ્યું કે, ડેરી વિવાદમાં મનદુ:ખ દૂર થયું છે. દુધ ઉત્પાદકોનું હિત સાચવવામાં આવશે.
કુલ 27 કરોડ રૂપિયા માર્ચ સુધીમાં ચુકવાશે. તો પશુપાલકનો મુદ્દો ઉઠાવનાર કેતન ઈનામદારે આ વિશે કહ્યું કે, પશુપાલકોને હિતમાં પ્રદેશ અધ્યક્ષે બેઠક કરી હતી. અમે ચાર ધારાસભ્યો અને ડેરીના સંચાલકો વચ્ચે અધ્યક્ષે મધ્યસ્થી કરી હતી. 27 કરોડ રૂપિયાની રકમ પશુપાલકોને આપવામાં આવશે. દશેરા સુધીમાં 18 કરોડ પશુપાલકોને ખાતામાં જમા થશે. માર્ચના અંત સુધીમાં વધુ 9 કરોડ જમા થશે. હું પ્રદેશ અધ્યક્ષ, ચેરમેન-વાઈસ ચેરમેનનો આભાર માનું છું.