Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ : ફોટો થયા વાઇરલ

Share

પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેમના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયો છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીને મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈન પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓફિસમાં નોકરી કરતી યુવતીને વડોદરાના વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે અને બળાત્કાર બાદ યુવતીના ફોટો વાઇરલ કર્યાં હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બંનેએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સી.ઇ.ઓ. બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મૂળ હરિયાણાના રોહતકની વતની અને હાલ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે. યુવતીના માતા-પિતા હરિયાણા ખાતે રહે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનીંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં છેલ્લા 5 મહિનાથી કામ કરે છે.
આ કંપનીના મલિક અશોકભાઇએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. તે સમયે આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન બાબતે અશોકભાઇ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ઇન્વેસ્ટર રાજુભાઇ વચ્ચે મિટિંગ ચાલતી હતી.

Advertisement

જે બાદ યુવતી થોડો સામાન લઇ પોતાના વતન રોહતક જવા નીકળી ગઈ હતી. જ્યાં દિલ્હી પહોંચ્યા બાદ અશોકે યુવતી ને ધમકાવી હતી. જેથી યુવતી પરત દિલ્હી ફરી હતી અને શહેરના ગોત્રી પોલીસ મથકમાં કંપનીના મલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ તાલુકાનાં નંદેલાવ ગામે નલ સે જલ યોજના અંતર્ગત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : અપહરણ થયેલ બે બાળકીઓને શોધી કાઢતી આમોદ પોલીસ.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે વંદે ગુજરાત રથયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!