Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સાંસરોદ ગામમાં કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારજનોની મુલાકાત કરી સહાય માટે ફોર્મ ભરાવ્યા

Share

કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા સાંસરોદ ગામમાં ગતરોજ સાંજના સુમારે કોરોના મહામારીમાં મૃત્યુ પામનારના પરિવારજનોની મુલાકાત લઈ તેઓના દુઃખમાં સહભાગી બની પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય મળે એ માટે ફોર્મ ભરાવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીથી સંક્રમણ આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા દરેક મૃત્યુના પરિવારને કાયદાકીય જોગવાઈ મુજબ રૂપિયા ૪ લાખનુ વળતર મળે.

એ હેતુસર સાંસરોદ ગામમાં કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસના સદસ્ય મુબારક પટેલ, કરજણ તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ પીન્ટુ પટેલ, ભાસ્કર ભટ્ટ, કુરાલી ગામના સરપંચ ભૌમિક પટેલ, પુર્વ કરજણ તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ ભરતભાઈ આમીન, સાંસરોદ તાલુકા પંચાયત સદસ્ય ફરૂકભાઈ તેમજ સરપંચ ઇસ્માઇલ ગટા સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

Advertisement

યાકુબ પટેલ, કરજણ.


Share

Related posts

ભરૂચનાં અલગ-અલગ વિસ્તારમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વિનામુલ્યે માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભાવનગર એસ.પી.એ રાજપીપળામાં છેડ્યા સંગીતના સુર: ગુજરાતી અને હિન્દી ગીતોની બોલાવી રમઝટ.

ProudOfGujarat

અંક્લેશ્વર નોટિફાઈડ ભાજપા દ્વારા બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!