Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા નાઅત શરીફનો કાર્યક્ર્મ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ દ્વારા હઝરત મખદુમ અશરફ જહાંગીર સિમનાનીના ઉર્સ નિમિત્તે વલણ ગામમાં આવેલી મસ્જિદ એ રઝામાં નાત શરીફ તેમજ મનકબતનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સૈયદ સરફુદ્દીનબાવા, ફેજાન અશરફ અશરફી.તેમજ હાફિજ સિદ્દીક અશરફીએ નાતશરીફ તેમજ મનકબત પ્રસ્તુત કરી અકિદતમંદોના હૈયા ડોલાવ્યા હતા. આ પ્રસંગે મસ્જિદ એ રઝાના ખતિબો ઇમામ જનાબ હુસેન ચિસ્તી સાહેબ તેમજ ખલીફ એ શૈખુલ ઇસ્લામ પીરઝાદા સૈયદ સલાઉદીન બાવા કાદરી અશરફી ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં વિશ્વમાં ખુશહાલી માટે દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

પાનોલી જીઆઇડીસી ના કામધેનુ એસ્ટેટ-2 માંથી રૂપિયા 19 લાખ થી વધુ ના મુદ્દા માલ ને ઝડપી લેતી પોલીસ*

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા

ProudOfGujarat

ભરૂચમાં અધિક મેજિસ્ટ્રેટ જે.ડી પટેલે હોળી-ધુળેટીનાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!