Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના વલણમાં ટીકિકા અકેડમીમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી.

Share

ટીકિકા અકેડમીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 મો શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 10 બાળકો શિક્ષક બનીને શિક્ષણકાર્ય કરાવ્યું હતું. આ બાળકોમાંથી પ્રિન્સીપાલ સુમૈયા લખોટી, વાઇઝ-પ્રિન્સીપાલ આમીર ખંડેરાવ, સુપરવાઇઝર એઝાઝ બોખા બન્યા. 3 બાળકોએ પ્યુન બની સેવાકાર્ય કયું હતું.

અકેડમીના ડાયરેક્ટર તૌસીફ સાહેબે ઉદ્દબોધન કરતાં કહ્યું કે, “વિશ્વના દરેક ક્ષેત્રમા શિક્ષકનુ એક અલાયડુને આગવું મહત્વ રહ્યું છે, શિક્ષક ભવિષ્યની પેઢીમાં ઉત્કૃષ્ટ સંસ્કારોનું સિંચન કરે છે, અંતે દુઆ આપતાં કહ્યું કે, આજે તમે એક દિવસના શિક્ષક બન્યા છો, પણ તમે વાસ્તવિક જીવનમાં સાચાં શિક્ષક બનો એવી દુઆઓ.”

અકેડમીના 3 શિક્ષકોએ બાળ-શિક્ષકોના શિક્ષણકાર્યનુ નિરીક્ષણ કરી કુલ 150 પોઈન્ટમાંથી પોઈન્ટ આપ્યા હતા. 133.5 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે સુમૈયા ઉસ્માન લખોટી, 130.5 પોઈન્ટ સાથે દ્વિતીય ક્રમે આમીર હનીફ ખંડેરાવ, 122 પોઈન્ટ સાથે તૃતીય ક્રમે ઝૈબા જાકીર પટેલ ને નિર્ણાયકોએ ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનાર જાહેર કર્યા.

તૌસીફ કિકા, વલણ-કરજણ

Advertisement

Share

Related posts

નડિયાદનાં પશ્ચિમ વિસ્તારમાં ૪ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરાયા.

ProudOfGujarat

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કૉલેજમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ-સુવા ગામ ખાતે ગેસ ના બોટલમાં લીકેજ બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા એક મહિલા દાજી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!