Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના મેસરાડ ગામમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના મેસરાડ ગામમાં કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ગામના કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. હઝરત સૈયદ સુલતાન મખદુમ અશરફ જહાંગીર સિમનામી રહ. ના ઉર્સ મુબારક પ્રસંગે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ મેસરાડ બ્રાન્ચ દ્વારા હજરત શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની મિયા કિછોછવી સાહેબના આદેશથી ઉપરોક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મેસરાડ ગામના કબ્રસ્તાનમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે મૌલાના હબીબુલ્લાહ અશરફી સાહેબ, સુહેલ અશરફી સાહેબ, નાદિર જમાદાર, માજીદ જમાદાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સાબરકાંઠા-હિંમતનગર ના હાજીપુર નજીક મીની ટેમ્પો પલ્ટી જતા અકસ્માત, 10થી વધુ ઘાયલ..

ProudOfGujarat

વડોદરાના સાવલી તાલુકામાં ગાજાંનાં જથ્થા સાથે એકની ઘરપકડ

ProudOfGujarat

કાલોલ પુસ્તક પરબ ખાતે ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગાંધી કાવ્ય પાઠ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!