-ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી હબ – કેપિટલ બન્યુ છે – મુખ્યમંત્રી
આજરોજ શ્રાવણમતી સોમવાર અને પર્યુષણના પવિત્ર દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપની પદરના કરખડીની મુલાકાતે આવ્યા હતા અને અમી લાઈફ સાયન્સીસમાં હાઈટેક ઔષધ સંશોધન અને તેના વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાયો હતો.
દેશના ફાર્મા સેકટરનો ૩૩ ટકા હિસ્સો ગુજરાત આપે છે. સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદાનો પ્રબંધ કર્યો છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે. વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ બની છે. ગુજરાત આજે વિદેશી મૂડીરોકાણ માટેનું ડેસ્ટીનેશન બન્યું છે. પર્યાવરણ સાનુકૂળ વિકાસએ ગુજરાતની ખાસિયત છે.
આ પ્રસંગે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, ધારાસભ્યો સર્વ મનીષા બેન વકીલ, સીમાબેન મોહીલે, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઈ, પાદરા વિસ્તારના ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ, એકમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.