Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના ગણપતપૂરા ગામે કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે તમામ પરિવારોને મળીને આશ્વાસન આપ્યું.

Share

આજરોજ તા. ૦૩/૦૯/૨૦૨૧ નાં રોજ કરજણ તાલુકાના ગણપતપૂરા ગામે કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે તમામ પરિવારોને મળીને આશ્વાસન આપ્યું તથા કોવિડ-19 વાયરસની મહામારીને કારણે મરણ પામેલ વ્યક્તિના સ્વજનો પાસેથી જરૂરી વિગતો લઇ કોરોનામાં મૃત્યુ પામેલાઓના ફોર્મ ભરાવ્યાં ભરવામાં આવેલ છે.

મૃતકના પરિવારજનોએ કોરોનાને રોકવામાં તેમજ કોરોના સંક્રમિતોને સારવારમાં રાજ્ય સરકારની નિષ્ફળતા અને અણધડ વહીવટ નાલીધે તેમને વેઠવી પડેલ પારાવાર હાલાકીની ફરીયાદ કરી. સૌએ સરકાર પાસે ન્યાયની માંગણી કરી.કોંગ્રેસ પાર્ટી તરફથી તમામ મૃતકોના પરિવારજનોને ખાતરી આપી કે મૃતક દીઠ તેમના પરિવારજનોને રૂ.૪ લાખની સહાય, ખાનગી હોસ્પિટલોમાં સારવારના થયેલ બીલની ચુકવણી અને સરકારની ગુનાહિત બેદરકારીની ન્યાયીક તપાસ થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

ન્યાયયાત્રામાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતા સોની, સહેનાજ બેન,કરજણ તાલુકા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ અને કોંગ્રેસ ની મહિલાઓ જોડાયા હતા.

યાકુબ પટેલ,કરજણ

Advertisement

Share

Related posts

હિટ એન્ડ રન -ભરૂચ ના શ્રવણ ચોકડી વિસ્તાર માં કાર ચાલકે મોપેડ ને રીપેરીંગ અર્થે લઈ જતા યુવાનો ને લીધા અડફેટે, ઘટના માં એક નું મોત

ProudOfGujarat

30 દિવસમાં 5 બાળાઓ નરાધમોનો શિકાર, સુરતની 1 બાળકી હજી પણ ICUમાં ઝઝૂમે છે

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકામાં ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂા.૧૭ લાખના ખર્ચે ૧૨ જેટલા વિકાસકામોને મળી મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!