Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વલણ હોસ્પિટલમાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

Share

કરજણ તાલુકાના વલણ-પાલેજ રોડ પર આવેલી વલણ સોશ્યલ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વલણ હોસ્પિટલમાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. તા. 29 ઑગસ્ટને રવિવારે સવારે 9 થી 1 સુધી આંખ રોગ નિદાન અને ફેંકો (ટાંકા વગર) મેથડથી મોતીયાના ઓપરેશનનો મફત કેમ્પ રાખવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં આંખના નંબરની તપાસ, ત્રાંસી આખ, ઝામળ, વેલ, મોતીયાની ચકાસણી તેમજ આંખને લગતાં દરેક રોગની તપાસ કરવામા આવી હતી. જેનો લાભ 400 જેટલા દર્દીઓએ લીધો. જેમાં 110 જેટલા મોતીયાના દર્દીઓ હતાં. તેઓના મોતીયાના ઓપરેશન તબક્કા વાઈઝ કરવામાં આવશે.

આ શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. રાજેશ પટેલ, ડૉ. ફરહીન ખત્રી સહિત તબીબી ટીમ દ્વારા સેવા બજાવી હતી. આ કેમ્પનું આયોજન U.K મા રહેતા NRI સખીદાતાઓ દ્વારા કાર્યરત વીથી ટ્રીઝ વેલફેર અને એજયુકેશન સેવા કાર્ય કરતી સંસ્થાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ અબ્દુલવલી મટક, સેક્રેટરી ઈકબાલ ઈખરિયા અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાં.

તૌસીફ કિકા, વલણ-કરજણ

Advertisement

Share

Related posts

સુરત-હાર્દિક પટેલ સહિત પાસ આગેવાનોની અમદાવાદમાં થયેલી ધરપકડનો કેસ,પુણા વિસ્તારમાં લોકોના ટોળાએ BRTS બસને આગચંપી કરી હતી…

ProudOfGujarat

2900 કેન્દ્રો પર આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે, 9 લાખથી વધુ ઉમેદવારોએ કરી અરજી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં અવિધા ગામનાં ખેતરમાં સિંચાઈનાં સાધનોની ચોરી થતાં ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!