ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના પડઘા હજુ પણ શમવાનું નામ નથી લેતા સામુહિક દુષ્કર્મની હિચકારી ઘટનાના વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે તેમજ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે.
તો બીજી તરફ પીડિત મહિલાને ઝડપથી ન્યાય મળે એ માટે અનેક રાજકીય પક્ષો તથા મહિલા સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. શનિવારે દેથાણ ગામમાં આમ આદમી પાર્ટીના મધ્ય – દક્ષિણ ઝોન અધ્યક્ષ વિશાલ દવે, સહ સંગઠન મંત્રી વિરેન રામી તેમજ અગ્રણીઓ તેમજ કરજણ કોંગ્રેસ મહિલા સંગઠનના વડોદરા શહેર તેમજ જિલ્લા અધ્યક્ષા લતાબેન સોની, સુરેશભાઈ રોહિત, વિશાલા બેન કુલદીપ ભાઈ તેમજ શેહનાઝબેને ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. આમ આદમી પાર્ટી તેમજ કરજણ કોંગ્રેસ સમિતિએ કરજણના દેથાણ ગામમાં બનેલી જઘન્ય ઘટનાને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી નરાધમોને સરકાર દ્વારા સખત સજા કરાવવામાં આવે એવી માંગ કરી હતી.
યાકુબ પટેલ, કરજણ
કરજણના દેથાણ ગામમાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના મહિલા પ્રતિનિધિ મંડળે ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી.
Advertisement