Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણના દેથાણ ગામમાં ઠાકોર વિકાસ ટ્રસ્ટના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

Share

ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના પડઘા હજુ પણ શમવાનું નામ નથી લેતા સામુહિક દુષ્કર્મની હિચકારી ઘટનાના વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે તેમજ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે.

તો બીજી તરફ પીડિત મહિલાને ઝડપથી ન્યાય મળે એ માટે અનેક રાજકીય પક્ષો તથા મહિલા સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. શુક્રવારે દેથાણ ગામમાં ઠાકોર વિકાસ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજભા ઠાકોર તેમજ અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. રાજભા ઠાકોરની સાથે કરજણ શિનોર પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા. રાજભા ઠાકોરે જઘન્ય ઘટનાને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી નરાધમોને સરકાર દ્વારા સખત સજા કરાવવામાં આવે એવી માંગ કરી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

પ્રથમ દિવસે પંચમહાલ જિલ્‍લાના ૨૦ ગામોમાં એકતા યાત્રા યોજાઇ ગ્રામજનોનો વ્‍યાપક પ્રતિસાદ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે તિરંગા રેલી યોજાઇ.

ProudOfGujarat

11 જુલાઇ વિશ્વવસ્તી દિવસ: કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી,માતા અને બાળકના સ્વાસ્થ્યની પુરી તૈયારી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!