Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણનાં દેથાણ ગામમાં મૂળ નિવાસી એકતા મંચના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

Share

ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના પડઘા હજુ પણ શમવાનું નામ નથી લેતા સામુહિક દુષ્કર્મની હિચકારી ઘટનાના વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે તેમજ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે.

તો બીજી તરફ પીડિત મહિલાને ઝડપથી ન્યાય મળે એ માટે અનેક રાજકીય પક્ષો તથા મહિલા સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. બુધવારની સાંજે દેથાણ ગામમાં મૂળ નિવાસી એકતા મંચના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. સાથે સાથે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી નરાધમોને સખત સજાની માંગ કરી હતી તેમજ ભોગ બનેલ મહિલાના બાળકોને મદદ માટે પણ તૈયારી દર્શાવી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

નડિયાદમાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત.

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં જુગારીયાઓ પોલીસથી બચવા આઈસર ટ્રક રસ્તાઓ પર દોડાવી જુગાર રમતા ઝડપાયા

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલીસી ૨૦૨૩ જાહેર કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!