હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમા સંત મહંત આપણા ગુજરાતમા ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈ રહે તે હેતુથી સંત મહંત અવનવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા રહે છે તેવા જ એક કરજણમા કુરાઈ રોડ પર આવેલા નવગ્રહ શનિદેવ મંદિરના સંત રાજુગીરી બાપુએ કરજણ તાલુકાના નારેશ્વર નદી કિનારેથી નર્મદા મૈયાનું શુદ્ધ જળ ભરી કાવડ યાત્રા નારેશ્વરથી કરજણ પદયાત્રા કરી હતી.
પદયાત્રાનો મુખ્ય હેતુ એ હતો કે પવિત્ર શ્રાવણ મહિનામા નર્મદા મૈયાનું શુદ્ધ જળ ભરી શંકર ભગવાનના શિવલિંગ પર ચઢાવામાં આવે તો ભક્તોના દુઃખ દર્દનું નિવારણ આવે તે હેતુથી કાઢવામાં આવી હતી. પદયાત્રામા અનેક સંતો મહંતો અને ભક્તો જોડાયા હતા.
યાકુબ પટેલ, કરજણ
Advertisement