Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા: 6.5 કરોડનો ખર્ચે તૈયાર થયેલ સિદ્ધનાથ તળાવમાં અસહ્ય ગંદકી

Share

વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેશને સિદ્ધનાથ તળાવના સ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે આ ખર્ચ માથે પડ્યો છે. મહત્વનું છે કે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ તળાવને સ્વચ્છ બનાવવા માટે અને ત્યાં વિકાસ કરવા માટે 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વડોદરા કોર્પોરેશને સિદ્ધનાથ તળાવના બ્યુટીફિકેશનનો નિર્ણય કર્યો હતો.

આ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં તળાવમાં આજે અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. પરંતુ આજે તળાવની હાલત ખરાબ છે. પાલિકાએ કરેલો ખર્ચ પાણીમાં ગયો છે. મહિનામાં બે વખત તળાવ સાફ કરાવવું જરૂરી છે. વડોદરા કોર્પોરેશને 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને તળાવની આસપાસ અનેક સુવિધાઓ શરૂ કરાવી હતી.

Advertisement

ત્યાં વોક-વે બનાવવામાં આવ્યો, ગાર્ડન બનાવવામાં આવ્યું, તળાવની ફરતે એલ્યુમિનિયમના સળિયા પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તળાવનું પાણી ગંદુ છે, તેમાં કચરો જોવા મળી રહ્યો છે. તો વોક-વે પર ઘાસ ઉગી નિકળ્યું છે. અહીં ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે.

તળાવ ફરતે બનાવેલા વોક-વે પર ઘાસ ઉગી નિકળ્યું છે. તો અહીં લાઇટો ફીટ કરવામાં આવી હતી જે આજે બંધ સ્થિતિમાં છે. કોંગ્રેસના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તળાવ સાફ કરાવવાની માંગ કરી છે


Share

Related posts

શ્રી સ્વામિયાનારાયણ નર્સિંગ કોલેજ ખાતે આભાર વિધિ સમારંભ યોજાયો

ProudOfGujarat

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર : બાઇક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ચોરીની ૧૯ મો.સા સાથે ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!