Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ધામણજા ગામમાં ખોડીયાર માતાના મંદિરે યાદગાર પ્રસંગ કાર્યક્રમ યોજાયો.

Share

ધામણજા ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરે એક અનેરા અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જતીન પરમાર “અભિગમ” આ વર્ષે મહાસુદ આઠમ ખોડિયાર જયંતિના દિવસે ત્યાં ધાર્મિક વિધિ અને અતિ દુર્લભ એવું ઉભુ ભજન કે જે રાત્રે દશ વાગ્યાથી સવાર સુધી સતત ચાલું રહ્યું હતું. આ જોયા બાદ જતીનને મા શક્તિ પ્રત્યે એક આંતરિક ભાવ થતા પોતાના આધ્યાત્મિક વિચારોને પ્રગટ કરતું એક મોટું બેનર બનાવી જેમાં આ યાદગાર પ્રસંગ વિશે પોતાની ભાવના રજૂ કરેલ છે જે આ મંદિરમાં અર્પણ કર્યું છે.

આ પ્રસંગે અતિથિ વિશેષ ભરૂચના નામાંકિત કવિ શ્રી કે કે.રોહિત તથા ભગુભાઈ ભીમડાએ પ્રાસંગિક પ્રવચનમાં સમાજમાં થતી ગેરસમજ – એકતા અને ભાઈચારા તથા જીવન જીવવાના સરળ વિચારો રજુ કર્યા હતા. જતિન પરમાર ” અભિગમ” એ કવિતા અને ઝઝલ રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા.આ કાર્યક્રમમાં અલ્કેશભાઈ, મિનેશભાઈ, સતિષભાઈ, અરવિંદભાઈ એડવોકેટ, જીજ્ઞેશભાઈ, મગનભાઈ તથા સ્થાનિક રહીશો ભાઈ બહેનો અને બાળકો હાજર રહી કાર્યક્રમ માણ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ઝઘડિયા- ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં મહિલાઓએ વટ સાવિત્રીના વ્રત કરી પૂજા અર્ચના કરી હતી.

ProudOfGujarat

પરીએજ ખાતે યગસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.૧૨૮ ટીમોએ ભાગ લીધો.ભાવિન ઇલેવન ટિમ વિજેતા…

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝર ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!