ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના સમગ્ર વડોદરા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે તેમજ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ પીડિત મહિલાના પરિવારજનોની મુલાકાતે કરજણ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ મુબારક પટેલ, પીન્ટુ પટેલ તેમજ અભિષેક ઉપાધ્યાય આવ્યા હતા. પીડિત મહિલાના પરિવારની મુલાકાત લઈ પીડિત મહિલાની તસવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાત્વના આપી હતી.
અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દેથાણ ગામની સીમમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. ઘટનાને સખત શબ્દોમા વખોડી કાઢી હતી. તેઓએ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને ફાંસીની સજાની માંગ કરી હતી. જ્યારે પીડિતાના ભાઈએ મુકેશ ગોહિલે કરજણ પોર શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ પર પીડિતાના પરિવારજનોને ન તો કોઈપણ જાતની સહાય તેમજ ન તો ખબર અંતર પૂછ્યાના આક્ષેપો કર્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણના દેથાણ ગામની પીડિત મહિલાના પરિવારજનોની કરજણ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓએ મુલાકાત લઈ સાંત્વના આપી.
Advertisement