Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં બનેલ સામુહીક દુષ્કર્મ વિથ મર્ડ૨નો ગુનો ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી છ નરાધમોને ઝડપી પાડયા.

Share

કરજણ તાલુકાના એક ગામમાં ખેતર ઘાસચારો લેવા ગયેલી એક મહિલા સાથે દુષ્કર્મ આચરી મહિલાની ગળે ટૂંપો દઈ હત્યાની ચકચારી ઘટનાએ સમગ્ર કરજણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના બાદ એક્શનમાં આવેલી વડોદરા ગ્રામ્ય જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. તથા કરજણ પોલીસ તથા પોલીસ ડોગ નામે ” જાવા સાથે સમગ્ર ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઉપરોકત ગંભીર સ્ત્રી, અત્યાચાર ખુનના ગુના બાબતે અતિ ગંભીરતા દાખવી તાત્કાલીક એલ.સી.બી. / એસ.ઓ.જી. તથા કરજણ પોલીસ સ્ટેશનને આ ગુનો શોધી કાઢી આરોપીઓ ઝડપી પાડવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. સુધીર કુમાર દેસાઇ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય નાઓએ સ્થળ વિજીટ કરી જરૂરી સુચનાઓ આપેલ જે આધારે કલ્પેશ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક, ડભોઇ ડિવીઝન તથા ડી.બી.વાળા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તથા એમ.એ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, કરજણ તથા એમ.એમ.રાઠોડ, પો.સ.ઇ. એલ.સી.બી. તથા જે.એમ.પઢીયાર, પો.સ.ઇ. એસ.ઓ.જી. નાઓ દ્વારા તાત્કાલીક ગુનાવાળી જગ્યાએ પહોંચી જઇ આ બાબતે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનીક કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથધરી ઝીણવટભરી રીતે માહિતી મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

Advertisement

આ કામે તાત્કાલીક સ્થળ ઉપર ડોગ સ્કોર્ડ તેમજ એફ.એસ.એલ. ને બોલાવી તેઓની મદદ લેવામાં આવી હતી જે દરમિયાન ડોગ હેન્ડલર અ.હે.કો. હરેશભાઈ એમ.મોહનીયા દ્વારા પોલીસ ડોગ નામે ” જાવા ” દ્વારા ગુનાવાળી જગ્યાએથી ભોગ બનનાર / મરણ જનાર બહેનનો દુપટ્ટો તથા નજીક પડેલ પાણીની બોટલની સુગંધ લેવડાવવામાં આવી હતી અને આ સુગંધના આધારે ડોગને ટ્રેક કરાવવામાં આવેલ જે ડોગ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં તેમજ ખેતરોમાં ટ્રેક કરીને કરજણ તરફ જતા રેલ્વે ટ્રેક નજીક આવેલ મજુરીયાઓના પડાવ બાંધેલ હોય તે પડાવમાં એક ટેન્ટ નજીક જઇ ડોગ જાવા દ્વારા એક ઇસમ હાજર હોય તેની સામે જોઇ ઇશારાઓ કરતા પોલીસ દ્વારા તે ઇસમ ઉપર શક જતા તેનું નામઠામ પુછતા લાલ બહાદુર ગીરજારામ બિહાર નામના મજૂર હોવાનું જણાવેલ જેને પોલીસ દ્વારા સ્થળ ઉપરથી પુછપરછના કામે કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવાવમાં આવેલ.

આ કામે લાલબહાદુર ગીરજારામ બિહાર નાને પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડી તેની ઘનીષ્ટ તપાસ હાથ ધરવામાં આવેલ અને તેને યુકિત – પ્રયુકિતીથી કડકાઇથી પુછપરછ કરતા તે પોલીસ સમક્ષ ભાંગી પડેલ અને જણાવેલ કે, ગઇ તા.૧૬/૦૮/૨૧ ના સાંજના સમયે તેઓ રેલ્વે ટ્રેક ઉપર ભેગા થઇ બેઠેલ હતા તે દરમ્યાન આ કામની ભોગ બનનાર બહેન ઘાસ ચારો લેવા માટે ખેતરમાં જતી હોય તે દરમ્યાન તે પોતે તથા તેના અન્ય મીત્રો નામે ( ૧ ) દિલીપ શ્રીમુખલાલ ચૌધરી ( મુનીમ ) ( ૨ ) જષ્ણુપ્રસાદ શુભાષચંદ પાડું ( ૩ ) પ્રમોદ રામચરણ પંડુ ( ૪ ) રામસુરત સુભાષચંદ પંડુ ( ૫ ) અર્જુન લાલચંદ પંડોર કે જે તેની સાથે મજુરી કામ છે અને રેલવે ટ્રેક ઉપર ઝુપડા બાંધીને રહે છે તેઓ બધા ભેગા મળીને આ ભોગ બનનાર / મરણ જનાર ઉપર દુષ્કર્મ કરવા માટેનો ઇરાદો બનાવી સ્ત્રીની પાછળ પાછળ ઘાસવાળા ખેતર સુધી ગયેલા અને આ તમામ ઇસમોએ ભેગા મળી દુષ્કર્મ આચરેલ છે. પકડાયેલ આરોપીઓની સમગ્ર ઘટના ક્રમ બાબતે પુછપરછ આ કામે મરણ જનાર બહેન ગઇ તા .૧૬ / ૦૮ / ૨૧ ની સાંજના સમયે આરોપીઓના ઝુપડાની બાજુમાં આવેલ રેલવે ટ્રેક નજીકના ઘાસાવાળા ખેતરમાં ઘાસ – ચારો કાપવા માટે આવેલ હતા ત્યારે બધા ભેગા મળીને આ ભોગ બનનાર / મરણ જનાર ઉપર દુષ્કર્મ કરવા માટેનો ઇરાદો બનાવી સ્ત્રીની પાછળ પાછળ ઘાસવાળા ખેતર સુધી ગયેલા અને આ તમામ ઇસમોએ ભેગા મળી ખેતરમાં પાછળ ગયેલા અને ભોગ બનનાર / મરણ જનાર બહેન એકલો જ હોય જેથી પ્રથમ આરોપી ( ૧ ) દિલીપ ચૌધરી ( મુનીમ ) ( ૨ ) લાલબહાદુર બિહાર ( ૩ ) જષ્ણુપ્રસાદ પંડુ ના પ્રથમ મરનાર બહેન જે ખેતરમાં ઘાસ કાપતી હતી તે જગ્યા ઉપર ખેતરમાં જઇ ઉધ્ધતાઇભર્યુ વર્તન કરી બહેનને જમીન ઉપર પાડી દઇ સૌ પ્રથમ આરોપી લાલબહાદુર ગીરજારામ બિહાર નાઓએ મરનાર સાથે દુષ્કર્મ આચરેલ , અને તે દરમ્યાન મરનાર બુમાબુમાં કરવા લાગતા જેથી આરોપી દિલીપ ચૌધરી તથા લાલબહાદુર બિહાર નાઓએ મરનારની પાસેનો દુપટ્ટો મરનાર બહેનના મોઢામાં ભરાવી દિધેલ અને તે દરમ્યાન અન્ય આરોપીઓ ( ૪ ) પ્રમોદ રામચરણ પંડુ ( ૫ ) રામસુરત સુભાષચંદ પંડુ ( ૬ ) અર્જુન લાલચંદ પંડોર નાઓ ધ્વારા પણ ભોગ બનનાર / મરનાર બહેન સાથે તમામ આરોપીઓએ વારા – ફરતી મરનારના હાથ – પગ પકડી , મરજી વિરૂધ્ધ દુષ્કૃત્ય આચરવામાં આવેલ અને ત્યારબાદ આ આરોપીઓ દ્વારા મરનાર બહેન કોઇને કહી દેશે તેવા ડરથી મરણ જનાર બહેનના દુપટ્ટા વડે ગળાના ભાગે ભેરવી બંન્ને ભાગેથી દુપટ્ટો ખેચી ગળે ટુંપો આપી મરનારનું મોત નીપજાવી તેની લાશને જે તે સ્થિતીમાં મુકીને પરત તેઓના ઝુપડામાં જતા રહેલા અને પોતાના રૂટીન કામકાજમાં લાગી ગયેલા. પકડાયેલ આરોપીઓના પુરા નામ , સરનામાં ( ૧ ) દિલીપ શ્રીમુખલાલ ચૌધરી ( મુનીમ ) ઉ.વ .૪૫ રહે.ગામ.લેદુકા , થાણા – પાંડુ , તા.કુતમુ જી – પલામુ ( ઝારખંડ ) ( ૨ ) લાલબહાદુર ગીરજારામ બિહાર ઉ.વ .૨૨ રહે . જરહા , થાણા – બિજપુર , તા.દુધી , જી.સોનભદ્ર ( ( U.P. ) ( ૩ ) જષ્ણુપ્રસાદ શુભાષચંદ પંડુ ઉ.વ .૨૧ રહે . જરહા ( બધાડુ ) , થાણા – બિજપુર તા.દુધી , જી . સોનભદ્ર ( U.P. ) ( ૪ ) પ્રમોદ રામચરણ પંડુ ઉ.વ. ૨૩ રહે . જરહા ( બઘાડુ ) થાણા -બિજપુર તા – દુધી જી – મીરજાપુર ( U.P. ) ( ૫ ) રામસુરત સુભાષચંદ પંડુ ઉ.વ. ૧૯ રહે . જરહા ( બધાડુ ) થાણા બિજપુર તા – દુધી , જી- સોનભદ્ર ( U.P. ) . ૬ ) અર્જુન લાલચંદ પંડોર ઉ.વ .૧૯ રહે . બહાદુ , થાણા -બિજપુર તા – દુધી , જી – સોનભદ્ર ( U.P. ) આમ , વડોદરા ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા સ્ત્રી અત્યાચારનો ગંભીર પ્રકારનો સામુહીક દુષ્કર્મ વિથ મર્ડરનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી આ કામે રાજય બહારના ૦૬ આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે મુજબના જરૂરી પુરાવાઓ એકત્રિત કરવા અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ગુજરાતના આ શહેરમાં મહિલાઓ આખું વર્ષ સિટીબસમાં કરી શકશે અનલિમિટેડ મુસાફરી

ProudOfGujarat

Bharuch

ProudOfGujarat

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના પુત્ર ફેઝલ પટેલની નિખાલસ રજૂઆતો…હું સામાન્ય કાર્યકર તરીકે લોકો વચ્ચે કામ કરી રહ્યો છું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!