વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર મુંબઈ જઈ રહેલા પરિવારની કારને અક્સ્માત નડ્યો હતો. અમદાવાદથી મુંબઈ જવા હોન્ડા એસેટ ગાડી જેનો નં. Gj-01-FT-5464 લઈ નીકળેલા પરિવારને કરજણ હા. નં.48 ઓસલામ ગામના પાટિયા પાસે અચાનક ડ્રાઇવરને જોકુ આવતા અથવા અન્ય કોઇ કારણોસર અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમા બે વ્યકિતઓને ઇજા પહોંચી હતી.
અજયભાઇ નટવરભાઈ વખારિયાનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા L & T ના જવાનો તેમજ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા અજ્યભાઈના મૃતદેહને પંચક્યાસ કરી કરજણ સામુહિક આરોગ્ય હોસ્પિટલે પી.એમ. અર્થે ખાસેડવામાં આવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ
Advertisement