Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કડીવાળા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

ગતરોજ તારીખ 16 મી ઓગસ્ટના રોજ કડીવાળા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ સમાજને એકજુથ કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડીલોને સન્માન અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરનારને ઈનામ આપી અને તેમણે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે વિધાર્થીઓમાં ઉતરોઉતર વધારો થાય તે હેતુસર મોટિવેશન મળી રહે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. આગામી સમયમાં પણ બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન સાથે વડીલોમાં જુસ્સો વધારવા માટે કાર્યક્રમો યોજવામાં આવશે. આગેવાનો દ્વારા જાણવામાં આવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે જો પ્રોત્સાહન આપવામાં આવશે તો આગામી પેઢી આગળ વધી અને સમાજનું નામ રોશન કરશે.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત સાંજના લોકો, વડીલો અને બાળકો હાજર રહ્યા હતા. વડીલો તથા બાળકોને પુષ્પગુચ્છ અર્પી અને તેમણે સન્માનીત કરવામાં આવ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સહાય માટે અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

ProudOfGujarat

ભરૂચ નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે તબેલામાં લાગી આગ જાણો વધુ

ProudOfGujarat

“પરિવર્તન સંકલ્પ યાત્રા” થકી આવતી કાલથી કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ૪.૫ કરોડ લોકો સાથે સીધો જન સંપર્કનો લક્ષ્યાંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!