Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ભરતમુનિ હોલમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Share

વડોદરા જિલ્લાના કરજણ ભરત મુનિ હોલમા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા જામ્બુવા ચોકડીથી કરજણ તરફથી પ્રયાણ કર્યો હતો તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી, યાત્રા પ્રભારી જનકભાઈ પટેલ, દિપીકાબેન રાઠવા, રૂઠ ઇન્ચાર્જ પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિત રહયા હતાં. તેઓનું કરજણ -શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ શિનોરના ભૂતપૂર્વ ધારાસભ્ય સતિષભાઈ (નિશાડીયા)પટેલ, કરજણ નગરપાલિકાના પ્રમુખ મીનાબેન ચાવડા, કરજણ નગરપાલિકાના ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ જેવા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જન આશીર્વાદ યાત્રાનો મુખ્ય હેતુ પ્રજાનું સ્વાગત, મંદિર દર્શન, દરેક સમાજના આગેવાનોની મુલાકાત, રમતવીરોને મળવાનું, સાધુ સંતોની સાથે મુલાકાત લઈ મિટિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેને દરેક સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે તૃપ્તિબેન મૈસુરીયાની બિનહરીફ વરણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દશેરા નિમિત શસ્ત્ર પૂજન કરાયું.

ProudOfGujarat

અમદાવાદ : ફેક ઈન્સ્ટાગ્રામ ID બનાવી પરેશાન કરનાર બેંકના પટાવાળાની કરાઇ ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!