Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ ખાતે કરજણ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરોને ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે હાથી બાગ પાછળ ઠાકોર વાસમાં તથા વર્ધમાન સોસાયટી કરજણનો રહીશ વીકી મુકેશ ઠાકોર રહે. કરજણ તથા પંકજ હર્ષદ ઠાકોર રહે. કરજણ નાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી વેચાણ કરવાના ઇરાદે પોતાના ઘરે તથા વર્ધમાન સોસાયટી રોડ ઉપર બે ફોર વ્હીલ ગાડીમાં રાખ્યો હતો.

જે બાતમીવાળી જગ્યાએ કરજણ પોલીસે રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર મળી કુલ નંગ ૪૧૮ કિંમત રૂપિયા ૮૭,૩૦૦ નો મુદ્દામાલ તથા બે ગાડી કિંમત રૂપિયા અઢી લાખ મળી કુલ રૂપિયા ૩,૩૭,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વીકી મુકેશ ઠાકોરની ધરપકડ કરી હતી જ્યારે પંકજને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે બંને વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર સ્થિત ચામુંડા માતાનું મંદિર આજથી 11 દિવસ દર્શન માટે બંધ રહેશે કોરોના વાયરસની દહેશતને પગલે આ નિર્ણય લેવાયો છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતે વિવાદ વકરતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચમાં નગરપાલિકા તંત્રના પાપે ખુલ્લી ગટરમાં ડૂબી જવાથી યુવાન નું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!