Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે જનસેવા કેન્દ્ર સામે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

Share

વડોદરા જિલ્લાના કરજણ સ્થિત જનસેવા કેન્દ્ર સામે આવેલા કોમ્પલેક્ષના ઉપરના માળે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્દઘાટન સત્યનારાયણની કથા સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અર્જુનસિંહ રાઠવાના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકાયું હતું. ઉદઘાટન બાદ મીડિયા સમક્ષ નિવેદનમાં અર્જુનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ આમ આદમી પાર્ટીના તાલુકા સ્તરનું કાર્યલયના ઉદઘાટન બાદ અમે તાલુકા કક્ષાએ આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરી રહ્યા છે.

દરેક તાલુકા કક્ષાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં લોકો મોટી સંખ્યામાં જોડાવા માંગે છે તે અભિયાન અમે ચલાવી રહ્યા છે એમ તેઓએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય એવા પ્રયાસો કરીશું એમ તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે કરજણ આમ આદમી પાર્ટીના દિનેશ પટેલ, ઉપાધ્યક્ષ સંજય મિસ્ત્રી, મીડિયા પ્રભારી નિમેષ ચૌહાણ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકારને કર્યો આ આદેશ, 9 જાન્યુઆરી વધુ સુનાવણી હાથ ધરાશે

ProudOfGujarat

શહેરા તાલુકાના મંગલપુર ગામના મહિલા સરપંચને જાનથી મારી નાખવાની  ધમકી

ProudOfGujarat

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!