Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરજણ પોલીસ…

Share

કરજણ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રો.હી. જુગાર ની અસામાજિક પ્રવૃતિઓ કરતા ઈસમો પર વોચ રાખી પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે કરજણના બકાપુરા ગામની સિમમાં રોપા ગામ જવાના રોડ ઉપર રોપા ગામ નજીક આવેલા ભીખાભાઇ ચુનીલાલ વસાવા નાઓના ખેતરની બાજુમાં આવેલ ગૌચરની ઝાડીઓમાં બકાપુરા ગામનો ધર્મેશ નગીન વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ હતો.

જે બાતમીના આધારે પંચોના માણસોને સાથે રાખી પોલીસ સ્ટાફના માણસોએ બકાપુરા ગામે સદર બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. જેમાં પાઉચ કુલ નંગ 906 કુલ કીમત રૂપિયા 90600 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપી ફરાર થઈ જતા તેના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરી તપાસ હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

વડોદરા : ઇકો ગાડીના સાયલેન્સરોની ચોરી કરનાર બે આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

અભિનેત્રી કશિકા કપૂરે એમ્સ્ટરડેમ યુરોપમાં તેની ‘કલ હો ના હો’ ક્ષણને ફરીથી જીવંત કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે નિસાચરોએ પોતાનો હાથ ફેરો આજમાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!