વડોદરા જિલ્લાના કરજણ ખાતે ભરત મુનિ હૉલ ખાતે જન સુખાકારી દિવસની ઉજવણી કરાઇ હતી. રાજ્યની વિજયભાઈ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા એક સપ્તાહ માટે વિવિધ કાર્યક્રમો આયોજિત થયા છે. જે અંતર્ગત કરજણ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. આર સી ફળદુએ સંબોધનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ જનતાની સુવિધાઓ માટે સતત કાર્યશીલ રહ્યા છે. દરેક માનવીને વિકાસની યાત્રામાં જોડીને સૌનો સાથ સૌનો વિકાસ કરી રહ્યા છે.
શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ માટે આર્થિક આયોજન શરૂ કર્યા. વિકાસ માટે પુરુષાર્થ કરવો પડે એમ જણાવ્યું હતું. સમાજને આગળ લઈ જવી હશે તો શૈક્ષણિક ક્ષેત્રે ખાસ ધ્યાન રાખવું પડશે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને વધુ મહત્વ આપ્યું. આપના બાળકો આપણું ભવિષ્ય છે. જે અગવડતાઓ હતી તે અગવડતાઓ ભાજપ સરકારે દૂર કરી એમ જણાવ્યું હતું.
૫૧ યુનિવર્સિટીઓ ભાજપે બનાવી છે. એમ જણાવ્યું હતું. પાણી, વીજળી ૨૩,૦૦૦ થી વધુ મેગાવોટ બનાવતું રાજ્ય બન્યું. સરકારે આયોજનબદ્ધ રીતે કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. ૪૯ કરોડ રૂપિયાના કરજણના વિકાસ માટે કામો કર્યા છે. ગુજરાતની રેવન્યુ વધી. રાજ્યના વિકાસ માટે શહેરી ક્ષેત્રના વિકાસ માટે સરકારે કોઈ કચાસ રાખી નથી. શહેરી ક્ષેત્રમાં વસતા લોકોના દિલ જીતવા પડશે એમ જણાવ્યું હતું. ચાલુ કાર્યક્રમમાં વીજ પુરવઠો ખોરવાતા થોડીવાર માટે કાર્યક્રમ અટકી ગયો હતો. કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળી હતી. કરજણ નગરસેવા સદનને એક કરોડ પચ્ચીસ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, કરજણ શિનોર ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ કરજણ શિનોર ધારાસભ્ય સતિષભાઈ પટેલ, વડોદરા કલેક્ટર આરવ. વી. બારડ, સંગઠન મંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ સંગઠન મંત્રી જાનવીબેન વ્યાસ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ : કરજણ