ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રીના નિશાન આયુષ મિશન અંતર્ગત આયુષ કચેરી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા આયુર્વેદિક આદિકરી કચેરીના સહયોગથી સરકારી આયુર્વેદિક દવાખાના ઇંટોલા દ્વારા આશા અને ANM અર્થે બે દિવાસીય તાલીમ કંડારી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી.
આ તાલીમમાં આશા અને ANM બહેનોને મધુમેહ અને સામાન્ય બીમારીઓના નિવારણ તથા સુખાકારી માટે યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન વડોદરાના ડો. તેજસભાઈ ચાવડા, ડો. કિરણબેન છાત્રોડિયા અને ડો. કૈલાશએ હાજર રહી અને બહેનોનેને દિનચર્યા, ઋતુચર્યા અને રાત્રિચર્યા અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ આશા અને ANM દ્વારા દરેક માનવીની આયુર્વેદ અંગે સમજણ અને તેનો પ્રચાર અને પ્રસાર સુયોજિત રીતે થાય તેમજ દરેક વ્યક્તિ આયુર્વેદનો દૈનિક જીવનમાં ઉપયોગ કરે નીરોગી જીવન જીવવામાં સમર્થ રહે તે હેતુસર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ માં ઉપસ્થિત તમામ બહેનોને કીટ, બ્રોશર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
યાકુબ પટેલ : વડોદરા