ગત તારીખ ૧૬ મી જુનના રોજ કરજણ તાલુકાના સાંસરોદ ગામના રહીશ ઐયુબ પિરિયાની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. ઐયુબભાઈની હત્યા સંદર્ભે તેઓની પત્ની વહીદાબેન પિરિયાએ કરજણ પોલીસ મથકમાં સાંસરોદ ગામના ચાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની કામગીરીથી અસંતુષ્ટ વહીદાબેને ન્યાય માટે પુનઃ ગુહાર લગાવી હતી. તેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મારા પતિની હત્યામાં હજુ જે આરોપીઓની પોલીસે ધરપકડ કરવી જોઈએ તે કરી નથી એવા પોલીસ પર આક્ષેપો કર્યા હતા.
કરજણ તાલુકાના સાસરોદ ગામના સામાજિક કાર્યકર ઐયુબ મહંમદ પીરીયાની અસામાજિક તત્વોએ ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવેલ જેમાં ફરિયાદીઓએ જણાવેલ મુજબ ફરિયાદ લખેલ નથી અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કરજણ પોલીસ સરેઆમ છાવરી રહેલ છે અને જાણી જોઈને કાચબાગતીએ તપાસ કરી રહેલ છે તેવા આક્ષેપ ફરીયાદીએ કર્યા હતા અને ફરીયાદીએ કરજણ પોલીસની તપાસ સામે અરજી તમામ ઉચ્ચ અધિકારીઓને કરેલ છે તેમજ ઈચ્છા મૃત્યુની માંગ સાથે રાજ્યપાલને પણ અરજી કરેલ છે.
ચર્ચાદપદ સ્વીટી પટેલના બનાવ હજી તાજો છે જ્યાં આ બીજો બનાવ કરજણ પોલીસ સ્ટેશનનો સામે આવેલ છે.ફરીયાદીએ કરજણ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીને ફરજ પત્યે બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવા સારૂ લેખિતમાં ફરિયાદ પણ આપેલ છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિની હત્યા બાદ હું ફરિયાદ લખાવવા આવેલી ત્યારે પોલીસ તરફથી મને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હોવાના પણ વહિદાબેને પોલીસ પર આક્ષેપો કર્યા હતા. મારા પતિની હત્યાની તપાસ ઉચ્ચકક્ષાના અધિકારી દ્વારા થાય એવી તેઓએ માગ કરી હતી. તેમજ પોતે રાજ્યપાલ સમક્ષ ઈચ્છામૃત્યુ માટે અરજી કરી છે એવું તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું…