Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : પાલિકાના ફૂડ વિભાગનો સપાટો: પાણીપૂરીની 177 લારીમાં તપાસ 101 કિલો વાસી બટાકા નાખી દેવાયા

Share

ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીજન્ય રોગચાળાનો વાવર ફેલાયો છે ત્યારે પાણીપૂરીની લારીઓ પર પાલિકાના ફૂડ વિભાગ સપાટો બોલાવ્યો હતો. વિવિધ વિસ્તારની 177 લારીઓ પર ચેકિંગ કરીને 101 કિલો વાસી બટાકા અને બિન આરોગ્યપ્રદ 555 લિટર પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.તેમજ તેલ, ચટણી સહિતના નમૂના લીધા હતા. ચોમાસામાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો માથું ઊંચકતો હોય છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વડાધિકારીએ આપેલી સૂચનાના પગલે વડોદરા સહિત રાજ્યભરમાં પાણીપૂરીની લારીઓમાં રીતે ચેકિંગ હાથ ધરાયું હતું.જે અંતર્ગત શહેરમાં ગોરવા, અલકાપુરી, ગોત્રી, અકોટા, તાંદલજા, વાસણા, વાઘોડિયા રોડ, ઉકાજીનું વડીયું, આજવા રોડ, ખોડીયાર નગર, ન્યૂ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ, ન્યાયમંદિર અને રાજમહેલ રોડ વિસ્તારની પાણીપૂરીની 177 જેટલી લારીઓમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં પાણીપૂરીના પાણીના 32, પામોલિનના 4, કપાસિયા તેલના 1, ચટણીના 2 અને આટાના 2 નમૂના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

પાલિકાના ફૂડ વિભાગે પાણીપૂરીની લારીઓમાં તપાસ કરતા કેટલાંક સ્થળે વાસી બટાકા અને પાણી પીવાલાયક ન હોવાનું ખૂલ્યું હતું. જેના પગલે 101 કિલો બટાકા, 555 લિટર પાણી, 107 લિટર ચટણી, 4 કિલો ચણા અને 80 કિલો આટાનો નાશ કર્યો હતો.


Share

Related posts

નર્મદા નહેર નિગમના પાપે ભરૂચની 2 લાખ પ્રજાને ભર ઉનાળે ચૈત્રી નવરાત્રી અને રમઝાન ટાણે જ પાણી માટે તરસવાનો વારો…

ProudOfGujarat

ભરૂચ : કરજણ શિનોરનાં સાધલી ગામે હાર્દિક પટેલનું વિજય સંકલ્પ સંમેલન.

ProudOfGujarat

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી માટે શું રાજકીય પાર્ટીઓએ આ વખતે કમર કસવી પડશે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!