વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાઈ ગામની સીમમાં કરજણથી ઉમજ જતા રોડ ઉપર એક ઈસમ પોતાના અંગત વાહનોમાં રસ્તે આવતા જતા વાહનોને બાયોડિઝલ વેચાણ કરતો હોવાની માહિતીના આધારે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સદર જગ્યાએ રેડ કરી મોહનભાઈ ઉર્ફે મુન્નાભાઈ મેપાભાઈ ભરવાડને તેના કબ્જાના ટેન્કરમાં ભરેલા જ્વલનશીલ પ્રવાહી બાયોડિઝલના જથ્થા તથા ટેન્કર પાછળ લગાવેલા પંપ દ્વારા બાયોડિઝલનું વેચાણ કરતા ઝડપી પાડયો હતો.
પોલીસે બાયોડિઝલનો 9,400 લીટરનો જથ્થો કિંમત રૂ. 6,58,000/- તેમજ ટાંકી નંગ ત્રણ આશરે કિંમત 1500 તથા ટેન્કર નંગ 2, ટ્રોલી 1, ટ્રેક્ટર 1 મળી કુલ રૂ. 11,64,000 નાં મુદ્દામાલ સાથે મોહનભાઈ ઉર્ફે મુન્નાભાઈ મેપાભાઈ ભરવાડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
યાકુબ પટેલ, કરજણ
Advertisement