Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

Share

વડોદરાના હરણી રોડ પર આવેલી યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં રહેતા એક સંતાનની માતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બપોરે પુત્ર બાજુના રૂમમાં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યો હતો અને બીજા રૂમમાં મહિલાએ ગળેફાંસો ખાધો હતો.

બનાવ સંદર્ભે હરણી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ યજ્ઞપુરુશ રેસિડેન્સીમાં પહોંચી મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હરણી રોડ પર આવેલી યજ્ઞપુરુષ સોસાયટીમાં કૌસ્તુભ ઉકાળે રહેતા હતા. તેઓ કારેલીબાગ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. સોમવારે પત્ની સેજલબેન અને પુત્ર ઘરે હતા. તે સમયે પુત્ર એક રૂમમાં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યો હતો.

Advertisement

બીજી તરફ બીજા રૂમમાં સેજલબેને ગળેફાંસો ખાધો હતો. પુત્રને ભૂખ લાગતાં પુત્રએ બીજા રૂમના દરવાજાને ખખડાવ્યો હતો. જોકે તેઓએ ન ખોલતા પુત્રએ પિતા અને પાડોશીને જાણ કરી હતી. જેના પગલે તેઓએ આવી દરવાજો તોડી જોતા સેજલબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવાં મળ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સેજલબેનને કોરોના થયો હતો અને ત્યારબાદ સાજા થયા પછી તેઓને સતત માથાનો દુખાવો અને શરીરે ખંજવાળ રહેતી હતી.


Share

Related posts

નડિયાદ : કપડવંજના તોરમાં ગામે થેપલાનો ઓર્ડર આપવાના બહાને ૭.૫૫ લાખની છેતરપિંડી કરી

ProudOfGujarat

ભરૂચ : નદીમાં મરેલા મરઘાનો ઢગલો, શું બર્ડ ફલૂની દસ્તક કે પછી રોગચાળા એ માથું ઊંચક્યું.?

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની બિનહરિફ વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!