Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : PI પત્ની ગુમ કેસ : ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા : PI પતિ અજયે પત્ની સ્વીટીને જાનથી મારી અને તેને સળગાવીને ફેંકી દેવાની કબૂલાત કરી.

Share

વડોદરાના છેલ્લા કેટલાય સમયથી ચાલતા સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ અને વડોદરા રૂરલના પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પીઆઈ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.જે દિવસે સ્વીટી ગુમ થઈ તે દિવસે સૌથી પહેલી શંકાસ્પદ બાબત અજય દેસાઈ તેની કાર બંગલામાંથી બહાર પાર્ક કરતા હતા. પરંતુ તે રાત્રે કાર રાતના એક વાગે રિવર્સ કરી બંગલામાં મૂકી હતી. ત્યારબાદ અજય દેસાઈનો કોલ રેકોર્ડ જોતા તેમણે રાત્રે એક વાગે કરજણની એક હોટલના માલિકને ફોન કર્યાનું પકડાયું હતું. કાર બંગલાની બહાર નીકળે છે ત્યારબાદ કરજણ ટોલનાકા પર દેખાઈ હતી. જોકે રહસ્યમય રીતે જે હોટલ માલિકને અજય દેસાઈ મળવા હોટલ પર નીકળે છે તે દિવસના હોટલના સીસીટીવી ફુટેજ ગુમ થઈ જાય છે. પોલીસ તપાસમાં દહેજ નજીક માનવ અસ્થિ મળે છે તે મકાનની માલિકી પણ કરજણના હોટેલ માલિક કિરીટસિંહ જાડેજાની હોઈ તેમજ પીઆઈ અજય દેસાઈના મોબાઈલ લોકેશન પણ ત્યાં જ બતાવતંુ હોઈ ક્રાઈમ બ્રાંચે આ દિશામાં પુરાવા મળ્યા બાદ અજય દેસાઈની સ્પષ્ટ સંડોવણી હોવાનું બહાર આવતા તેની પૂછપરછ કરતા આખરે તેમણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.કિરીટસિંહે વટાણા વેરી દેતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

પીઆઇ દેસાઇ અગાઉ કરજણ ફરજ બજાવતા હતા અને તે સમયથી સ્થાનિક કોંગ્રેસ અગ્રણી અને વિધાન સભાની ચુંટણી લડી ચુકેલાં કિરીટસિંહ જાડેજા સાથે નિકટતા હતી. પત્નીની હત્યા બાદ પીઆઇએ કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી, સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી લઇ ગયા હતા. જયાં અવાવરુ હોટેલની પાછળ લાશને સળગાવી દીધી હતી.કિરીટ સિંહે વટાણા વેરી દેતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. રાત્રે પીઆઇ દેસાઇ અને કિરીટસિંહ સામે પોલીસે હત્યા અને પુરાવાના નાશનો ગુનો નોંધવાની તજવીજ કરી હતી. જ્યાં પીઆઇ દેસાઇ ફરજ બજાવતા હતા, ત્યાં જ આરોપી બન્યા હતા.સ્વિટી અને અજય દેસાઇએ વચ્ચે તે રાત્રે લગ્ન સંબધિત વાતને લઇ મોટો ઝઘડો થયો હતો, રાત્રે 12-30 વાગે પીઆઇ દેસાઇએ સ્વિટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ઉપર બેડરુમમાં મુકી દીધી હતી. આખી રાત લાશને બેડરુમમાં મુકયા બાદ બીજા દિવસે સવારે જાણે કંઇ ના બન્યું હોય તેમ સવારે 10.45 વાગે પોતાની કાળા કલરની કંપાસ જીપને ઘરના દરવાજા સુધી લાવી લાશ મૂકી હતી.પીઆઈ અજય અમૃતભાઈ દેસાઈએ સ્વીટી પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં અજય દેસાઈએ સ્વીકાર્યું હતું કે, પત્નીની હત્યા કર્યા પછી લાશ મિત્ર કિરીટસિંહ જાડેજાની અટાલી પાટિયા પાસે આવેલી બંધ હોટેલ પાછળ અવાવરું જગ્યામાં સળગાવીને ફેંકી દીધી હતી. લાશ પણ પીઆઈના મિત્ર કિરીટસિંહ જાડેજાની કારમાં લઈ જવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે આ કેસ હાથમાં લીધા બાદ મળેલા પુરાવાનો અભ્યાસ કરીને આ કેસમાં હત્યારા પીઆઈ અજય દેસાઈની સંડોવણી પુરવાર કરી તેના મિત્ર કિરીટસિંહની સામે મદદગારીનો ગુનો દાખલ કર્યો છે.

Advertisement

ક્રાઈમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંગના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂને સ્વીટી પટેલની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે ત્યારબાદ પોલીસે તપાસમાં કશું હાથ લાગ્યું ન હતું. પરંતુ શંકાની સોય પતિ અને પીઆઈ અજય દેસાઈ તરફ તકાયેલી હતી. પરંતુ પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા ન હતા. આ કેસની ગંભીરતા જોઈને રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપી હતી.


Share

Related posts

અનાજ ન મળતુ હોવાની રજુઆત સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમરપાડાની બે ગામોની સસ્તા અનાજની દુકાનોના પરવાના મોકુફ કર્યા.

ProudOfGujarat

ગોધરા : સદભાવના મિશન ક્લાસમાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતી દિકરીની બર્થ ડેની ઉજવણી કરી એકતાની મિશાલ પુરી પાડતાં શિક્ષક ઈમરાનભાઈ

ProudOfGujarat

વિશ્વ તમાકુ નિષેધ દિન : સુરત જિલ્લાનાં મોટામિયાં માંગરોળ મુકામે લાખો લોકોને વ્યસન મુક્ત કરવાનું લક્ષ્ય સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું. .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!