વડોદરામાં બજાર કિંમત કરતા સસ્તા ભાવે હળદર, મરચાં અને ધાણા પાવડરનું વેચાણ કરતા શારદા ગૃહ ઉદ્યોગ અને હાથીખાના બજારમાં વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની ત્રણ ટીમોએ દરોડા પાડયાં હતાં. આરોગ્ય શાખાની 3 ટીમોએ હાથીખાના બજારમાં વેચાણ કરતા બે દુકાનદારોને ત્યાં દરોડા પાડ્યા હતાં.
હાથીખાના બજારમાં વરુણ ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા રમેશ અશુદાની ત્યાં દરોડો પાડી મરચાનો રૂપિયા 1500ની કિંમત ધરાવતો 7.5 કિ.ગ્રા જથ્થો,કાશ્મીરી કૂમેઠી મરચા પાવડર નો રૂપિયા 1500 ની કિંમત ધરાવતો 5 કિગ્રા જથ્થો તથા મધુવન ટ્રેડર્સના સંચાલક હીરાનંદ મોટવાની ખાતે દરોડો પાડી હોટ તેજા મિર્ચ પાઉડરનો રૂપિયા 5040 ની કિંમતનો 28 કિગ્રા જથ્થો મળી કુલ રૂપિયા 8040 ની કિંમતનો કુલ 40.500 કી. ગ્રા જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે શારદા ગૃહ ઉદ્યોગનું મેન્યુફેક્ચરિંગ યુનિટ મધ્ય પ્રદેશના માંડુ સર ખાતે હોય તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે શારદા ગૃહ ઉદ્યોગ ખાતેથી હળદર અને મરચાનો કુલ 3.75 લાખની કિંમતનો 2818 કી. ગ્રાં જથ્થો તેમજ હાથીખાના બજારમાંથી મરચું હળદર તથા ધાણાનો કુલ રૂપિયા 8040 ની કિંમતનો કુલ 40.500 કી. ગ્રા. જથ્થો સિઝ કર્યો હતો. ફૂડ સેફ્ટી ગાંધીનગર અને ખોરાક શાખાના સર્વે દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, મરચું તથા હળદર પાવડર બજાર કિંમત કરતા ઓછા ભાવે વેચાઇ રહ્યા છે.
જેના આધારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ભુતડી ઝાપા બસ ડેપોની પાછળ આવેલા હુજરાત ટેકરા ખાતે વેપારી શહેનાદ હુસેન અહેમદ ખાન પઠાણ સંચાલિત શારદા ગૃહ ઉદ્યોગના ગોડાઉન ખાતે છેલ્લા છ દિવસથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન ગઇકાલે બપોરથી મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલી હતી.આરોગ્ય વિભાગની ટીમે મરચું હળદર તથા ધાણાના સેમ્પલ પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. દરોડા દરમિયાન આરોગ્ય શાખાની ટીમે ગોડાઉનમાંથી રેડ ચીલી પાવડરનો રૂપિયા 1,25,750 લાખની કિંમતનો 898 કી.ગ્રા જથ્થો , ધાણા પાવડર નો રૂપિયા 20,540 કિંમતનો 158 કિલોગ્રામ જથ્થો, ચમન મરચા પાઉડર નો રૂપિયા 89,440 કિંમતનો 688 કઈ.ગ્રા જથ્થો, મરચા પાવડર નો 1,16,480 ની કિંમતનો 896 કઈ.ગ્રા જથ્થો, સેલમ હળદર નો રૂપિયા 23,140 ની કિંમતનો 178 કી. ગ્રા જથ્થો મળી કુલ 3,75,320 કિંમતનો 2818 કી. ગ્રા જથ્થો જપ્ત કર્યો હતો.