Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં રોડ ક્રોસ કરતી વખતે મોબાઇલમાં વ્યસ્ત યુવાનનું સિટી બસની અડફેટે મોત

Share

મોબાઈલમાં ખોવાયેલા રહેતા લોકો માટે વડોદરાનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. લોકો મોબાઈલમા એવા વ્યસ્ત થઈ જાય છે કે, આગળ પાછળ શુ થઈ રહ્યુ છે તે પણ ભૂલાઈ જાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહેલા એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. શોકિંગ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રસ્તો ઓળંગતા સમયે મોબાઈલમાં ભાન ભૂલી ગયેલા યુવકને રસ્તા પર જ મોત મળ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વાઘોડિયા વિસ્તારનો આ બનાવ છે. પીપળીયા ગામ પાસે ધીરજ હોસ્પિટલ આવેલી છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સચિન કશ્યપ નામનો યુવક ધીરજ હોસ્પિટલમાં કામ અર્થે આવ્યો હતો. તે હોસ્પિટલમાંથી રોડ ક્રોસ કરીને બહાર નીકળ્યો હતો. હોસ્પિટલની બહાર સચિન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો. તે મોબાઈલમાં એટલો ખોવાયેલો હતો કે, તે રસ્તો ક્રોસ કરી રહ્યો છે તે પણ ભૂલી ગયો હતો. તેણે રસ્તા પરથી પરથી પસાર થતા વાહનો પર ધ્યાન ન આપ્યું, અને મોબાઈલ પર વ્યસ્ત હતો. આ સમયે તેને નજર સામે આવેલી બસ રહેલી બસ પણ ન દેખાઈ. આખરે તે બસની નીચે કચડાયો હતો. ઘટના સ્થળે જ તેને મોત મળ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : 4 વર્ષથી ચોરીનાં ગુનામાં નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ડોકટર્સ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફે કેક કટિંગ કરી ડોકટર્સની કામગીરી સરહાવી.

ProudOfGujarat

આંક ફરકનો જુગાર રમાડતા એક શખ્સની અટકાયત કરતી વાલીયા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!