Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા: નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા યુવાનો ઉમટ્યા: કોરોના ગાઇડલાઇનના ઉડાવ્યા ધજાગરા.

Share

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો રોજેરોજ સામે આવી રહ્યા છે. વડોદરાના નવલખી મેદાન ખાતે ક્રિકેટ રસિકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી અને ક્રિકેટ રમવા આવેલા યુવાનો માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા.વડોદરાના નવલખી મેદાનમાં દર રવિવારે મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે ભેગા થાય છે અને આજે પણ યુવાનો ક્રિકેટ રમવા માટે પહોંચી ગયા હતા.જ્યાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.
કોરોનાની ઘાતક નીવડેલી બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર પણ આવવાની પુરેપુરી સંભાવના છે, ત્યારે હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ કોરોનાથી બચાવી શકે તેમ છે. તેમ છતાં વડોદરાના બજારોમાં રોજેરોજ ભીડ જામતી જોવા મળે છે. લોકો માસ્ક પહેરવાનું પણ હવે ભૂલી રહ્યા છે. જે આવનારા દિવસોમાં ઘાતક નીવડી શકે છે.

Advertisement

Share

Related posts

રસ વગર નું રીપેરીંગ-ભરૂચની જંબુસર ચોકડીએ રસ્તાના રીપેરીંગમાં વેઠ ઉતારાતી હોવાની રાવ

ProudOfGujarat

અંકલેશ્વરમાં માસુમ બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ મુંબઈથી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચનાં જે.બી મોદી પાર્ક પાસે આવેલ મહાવીર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પરિણીત મહિલાની હત્યાથી ચકચાર, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!