Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી 6.5 ફૂટનો મગર સલાટવાડાના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો : મગરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં.

Share

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા નજીક આવેલા સલાટવાડા રહેણાંક વિસ્તારના નવાગઢ મહોલ્લામાં મોડી રાત્રે સાડા છ ફૂટનો મગર ધસી આવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, મગર સ્થાનિક લોકોને નુકસાન પહોંચાડે તે પહેલા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરીને પકડી લીધો હતો.

મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં ધસી આવેલા મગરને જોવા અને જીવદયા સંસ્થાની રેસ્ક્યૂ કામગીરી જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.સલાટવાડાના નવાગઢ મહોલ્લામાં વિશાળ મગર ધસી આવ્યો ચોમાસાની શરૂઆત થતાં અને કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં શરૂ કરવામાં આવેલી સફાઇ કામગીરીના પગલે વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મગરો ખોરાકની શોધમાં નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે.

મોડી રાત્રે સલાટવાડાના નવાગઢ મહોલ્લામાં વિશાળ મગર ધસી આવ્યો હતો. સ્થાનિકોએ મગરને જોતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરી હતી. તુરંત જ સંસ્થાના કાર્યકર સુવાસ પટેલ, અરુણ સૂર્યવંશી, દેવ રાવલ, જયેશ રાવલ, વિશાલ રાવલની ટીમ મગરને રેસ્ક્યૂ કરવાના જરૂરી સાધનો અને વડોદરા વન વિભાગના અધિકારી લઇને નવાગઢ મહોલ્લામાં ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા.

Advertisement

સ્થળ પર પહોંચેલી રેસ્ક્યૂ ટીમે એક સાડા છ ફૂટનો મગર મકાનો પાસે જોવા મળ્યો હતો. સાડા છ ફૂટ લાંબા મગરને જોતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, વરસાદ પડવાના કારણે સલાટવાડા પાસે આવેલા નવાગઢ મહોલ્લા પાસે આવેલા વિશ્વામિત્રી નાળામાંથી આ મગર બહાર આવી ગયો હતો અને તે બહાર નીકળીને લોકોના ઘર પાસે આવી ગયો હતો.

સાડા છ ફૂટ લાંબા મગરને જોતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ મગર પકડાયા બાદ મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ મગરને સહીસલામત રીતે પકડીને વડોદરા વન વિભાગને સોપવામાં આવ્યો હતો. આ મગર પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં સરકારી દવાખાના પર આર.એસ.એસ દ્વારા દર્દીઓને ચા-બિસ્કીટ, ઉકાળો, નાસ્તાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!