Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓનું ડૂબી જતાં મોત.

Share

વડોદરા જિલ્લાના સાવલીના રસુલપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબી જવાથી 2 તબીબી વિદ્યાર્થીઓના મોત થયા છે. વડોદરા મેડિકલ કોલેજના 12 તબીબોનું ગ્રુપ રસુલપુર ખાતે નદીમાં નહાવા ગયું હતું. દરમિયાન 3 તબીબી વિદ્યાર્થીઓ નદીમાં તણાયા હતા. જો કે ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા.

3 વિદ્યાર્થીઓ પૈકી એક તબીબી વિદ્યાર્થીનો જીવ ગ્રામજનોએ બચાવ્યો હતો. જ્યારે આ ઘટનામાં મેડિકલ કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનું મોત થયું હતું. સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિ સાગર નદી કિનારે પિકનિક મનાવવા માટે ગયા હતાં. બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.

Advertisement

આજે વહેલી સવારે બરોડા મેડિકલ કોલેજના 12 તબીબી સ્ટુડન્ટસનું ગૃપ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીના કિનારે પિકનીક મનાવવા માટે ગયું હતું. પરંતુ, બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નીપજતાં સ્ટુડન્ટોનો પિકનિકનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.પ્રપ્ત માહિતી પ્રમાણે વડોદરામાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 12 સ્ટુડન્ટોનું ગૃપ વહેલી સવારે સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના કિનારે ઉત્સાહ સાથે પિકનીક મનાવવા માટે ગયું હતું. નદી કિનારે પહોંચેલા ગૃપ પૈકી સિધ્ધી નિમેશભાઇ શાહ (ઉં.20), અમોઘ ગોયલ (ઉં.વ.20) સહિત કેટલાંક સ્ટુડન્ટો નદીમાં નાહવા ગયા હતાં. જેમાં સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ સહિત ત્રણ સ્ટુડન્ટો મહી નદીના ઉંડા પાણીમાં પહોંચી જતાં તણાઇ ગયા હતાં.

જેમાંથી બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતાં. મહી નદીના વહેતા પાણીમાં તણાઇ રહેલા સ્ટુડન્ટોએ બચાવો…બચાવો..ની બૂમરાણ મચાવતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતાં. જેમણે એક સ્ટુડન્ટને બચાવી લીધો હતો. જ્યારે સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં લાપતાં થઇ ગયા હતાં. લગભગ એક કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતાં. બાદમાં તેમને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં.

જોકે, ડૂબી ગયેલા બંને સ્ટુડન્ટ સયાજી હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં તેઓનું રસ્તામાં મોત નીપજ્યું હતું. મોતને ભેટેલ સિધ્ધી શાહ અને અમોઘ શાહ ન્યુ મેડિકલ હોસ્ટેલમાં રહેતા અને એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. નદીમાં ડૂબી ગયેલ સિધ્ધી શાહ અને અમોઘ ગોયલને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા બાદ સાથી તબીબી સ્ટુડન્ટોએ પ્રાથમિક ઉપચાર કરી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બચાવી શક્યા ન હતા. સિધ્ધી શાહ અને અમોઘ ગોયલનું મોત નીપજતાં સાથી સ્ટુડન્ટો સહિત બરોડા મેડિકલ કોલેજમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે સિધ્ધી શાહ અને અમોઘ ગોયલના સાથી સ્ટુડન્ટો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. સાવલી પોલીસને જાણ થતાં તુરત જ પોલીસ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અને બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે મૃતક સ્ટુડન્ટના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. સાવલી પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નીપજ્યાં છે.

પ્રશાસન દ્વારા નદી કિનારે ઉંડા પાણીમાં ન જવા માટેની સુચના આપતા બોર્ડ પણ લગાવ્યા છે. આમ છતાં, પિકનિક મનાવવા જતા લોકો નદીના ઉંડા પાણીમાં નાહવા માટે ઉતરે છે, અને મોતને ભેટતા હોય છે. તાજેતરમાં સાવલી પોલીસ મથકના અધિકારીએ લાછનપુર પાસેથી પસાર થતી મહિ નદીમાં ડૂબી જવાની બનતી ઘટનાઓ અંગે કડક કાર્યવાહી કરવા માટે સાવલી મામલતદારને પત્ર લખી જાણ કરી હતી. પરંતુ, સાવલી વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.


Share

Related posts

વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામ પાસે મહિલાની હત્યા પોતાનાં સગાભાઈ દ્વારા કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

અંકલેશ્વર ફેલેટનો કબ્જો માંગતા ગ્રાહકને મારમારી, જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બિલ્ડર સામે થઈ પોલીસ ફરિયાદ.·ફ્લેટના પુરા રૂપિયા આપ્યા હોવા છતાં રૂપિયા બાકી છે કહી માર મરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!