કરજણ ખાતે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના કાર્યક્રમ યોજાયો હતો. હાલ દિન પ્રતિદિન પેટ્રોલ, ડિઝલ તેમજ અન્ય ચીજ વસ્તુઓમાં વધી રહેલા અસહ્ય ભાવ વધારાનો વિરોધના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ દસ દિવસના જનચેતના કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે કરજણ ખાતે નવા બજારમાં ગાંધીજીના સ્ટેચ્યુ પાસે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આયોજિત વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું. હાય રે ભાજપ હાય હાય, હાય રે મોંઘવારી હાય હાયના નારાથી કરજણ નગર ગાજી ઉઠયું હતું. વિરોધ પ્રદર્શન સ્થળે મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી પોલીસ મથકમાં લઈ ગયા હતા.
આયોજિત કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી ગુણવંત પરમાર, વડોદરા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સાગર બ્રહ્મભટ્ટ, કરજણ કોંગ્રેસ પ્રભારી નરેશ રાવલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અભિષેક ઉપાધ્યાય, કિરીટસિંહ જાડેજા (બાપુ), ભાસ્કર ભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ પીન્ટુ પટેલ, વડોદરા શહેર/જિલ્લા મહિલા કોંગ્રેસ અધ્યક્ષા લતાબેન સોની, વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિ બેન ભટ્ટ સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : મોંઘવારીના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો.
Advertisement