ફૈઝ યંગ સર્કલ કરજણ વક્ફ કમીટી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર કરજણના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત કરજણ જેવા વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલી સંસ્થા ફૈઝ યંગ સર્કલ કરજણ વક્ફ કમીટી દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે.
કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતાઓ વધી રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ હેતુથી રસીકરણ કાર્યક્રમ આયોજિત થઇ રહ્યા છે અને આ કાર્યક્રમમાં દરેક સમાજના લોકો રસીકરણ માટે ઉમટી પડયા હતા. આયોજિત કાર્યક્રમમાં ખાનકાહે ફૈઝુર્રસુલના ચમકતા સિતારા એવા સેહજાદા સૈયદ કલીમ અતહરબાવા સાહેબ, કરજણ – શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ જલારામ પ્રાથમિક શાળાના પ્રીન્સીપાલ મોહસીન સાહેબ તેમજ જલારામ નગરના આગેવાનો તેમજ કરજણ, પાદરા, કોલીયાદ ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૈયદ કલીમ અતહર બાવા સાહેબે પણ રસીકરણ બાબતે લોકોને જાગૃતિ દાખવવા ખાસ અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમને ફૈઝ યંગ સર્કલના યુવાનો અને જલારામ નગરના યુવાનોએ ખડેપગે હાજર રહી સફળ બનાવ્યો હતો અને અત્યારસુધી ફૈઝ યંગ સર્કલ વક્ફ કમીટીના મેમ્બરોએ મડી ઉતરાજ, કલ્લા શરીફ, ઇન્દોર, ખેરડા, મહલી (તલાવડી) માં મળી કુલ 3000 થી 4000 જેટલી વેક્શીન મુકાવી હતી.
યાકુબ પટેલ, કરજણ