Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસે માંગરોલ ગામ પાસેથી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા.

Share

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ તાલુકાના માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસેથી રૂપિયા ૨૮,૦૦૦ નો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહીબિશન ડ્રાઇવની કામગીરીમાં કરજણ પોલીસ મથક હદમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇકો ગાડી નંબર જીજે – ૦૬ – એચ એસ – ૪૫૮૫ માં વિદેશી દારૂનો જથ્થો ભરી માંગરોલ ગામમાં રહેતા અક્ષય રમણ વસાવાને આપનાર છે.

બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમ દ્વારા માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે કંબોલા જવાના માર્ગ ઉપર વોચ રાખી ઉપરોક્ત ગાડી આવતા ગાડીને ઝડપી પાડી ગાડીમાંથી દારૂની બોટલ નંગ ૭૨ કિંમત રૂપિયા ૨૮,૦૦૦, ગાડી કિંમત રૂપિયા બે લાખ તેમજ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૫૮,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી કરણ અરવિંદ વસાવા રહે. વાસણા (મંજુલા) તા. આમોદ જિ. ભરૂચ તેમજ હિતેષ સુરેશ વસાવા રહે. માંગરોલ તા. કરજણ જિ. વડોદરા નાઓની ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા ભાજપા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ છઠ્ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં મોહરમ પર્વ નિમિત્તે રસ્તાઓનાં પેચવર્ક સહિતની કામગીરી કરવા માટે નગરપાલિકાને કરાઇ રજૂઆત

ProudOfGujarat

ભરૂચ : મોટી ડુંગરી વિસ્તારમાં વીજ થાંભલો ધરાશાઈ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!