Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના કુરાઇ ગામમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું…

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાઇ ગામમાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના આદેશ અનુસાર વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતાબેન સોનીની આગેવાનીમાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા અસહ્ય મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

કૂદકે ભૂસકે વધી રહેલી મોંઘવારીના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પરિસ્થિતિ દયનીય બનવા પામી છે. જેના પગલે મોંઘવારી સામે સખ્ત વિરોધ પ્રદર્શન કરી નિદ્રાધીન સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ભારે સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું. આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના મહિલા પ્રમુખ લતાબેન સોની મહિલા સંગઠન અને તાલુકાના મહિલા કોંગ્રેસ સદસ્ય સુમિત્રા બેન તથા કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

હવેથી પ્રવાસીઓ જૂનાગઢના ગીરજંગલમાં પણ 16 ઓકટોબરથી સિંહ દર્શન કરી શકશે..

ProudOfGujarat

ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ..

ProudOfGujarat

વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!