Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ તાલુકા ભાજપ દ્વારા યોગા દિવસની ઉજવણી કરાઇ હતી.

Share

વિશ્વ યોગ દિવસ ઉજવણી નિમિત્તે કરજણ તાલુકા ભાજપ દ્વારા કરજણ તાલુકાના કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવી હતી. 2015 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના દ્વારા ૨૧ મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા માટે માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ૨૧ મી જૂનના રોજ ભારતમાં પણ યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

યોગા શક્તિ માનવ શરીરને ઉર્જા શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારતમાં પણ યોગ દિવસને માન્યતા આપવામાં આવી હતી. રાષ્ટ્રીય યોગ દિવસે કંડારી ગુરુકુળ ખાતે પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ, કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપ સિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી મહેશ રબારી, કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપ સિંહ રણા, શક્તિ કેન્દ્ર ના પ્રમુખ અતુલ પટેલ, અલ્કેશ પટેલ વિનોદ, તાલુકા પંચાયત સદસ્ય રોહન પટેલ તેમજ ભાજપના પદાધિકારીઓ અને સ્વામિનારાયણ ગુરુકુળના સંત વિવેક સ્વામીજી સહિત સંતોએ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : સંખેડા ગોલા ગામડી બહાદરપુર રોડ પાસે ઇજાગ્રસ્ત સાહુડી રેસ્ક્યુ કરાઈ.

ProudOfGujarat

એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મદદે આવ્યું વડોદરા મ્યુ.કોર્પોરેશન, ખાસ બસ સેવાની વ્યવસ્થા કરાઇ.

ProudOfGujarat

લક્સઝરી બસમાં મુંબઈ થી ભરૂચ લવતો વિદેશી દારૂ ઝડપાયો.જાણો કેવી રીતે અને ક્યાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!